શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (14:27 IST)

રાજકોટમાં યુવકે કર્યુ જાહેરમાં ફાયરિંગ

રાજકોટમાં  એક યુવક રિલ્સ બનાવવાની ઘેલછામાં બંદુકમાંથી ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો બનાવ્યો છે. જેમાં યુવક ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી પાડી પોતાની પાસે રહેલી બંદુકમાંથી હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. યુવકે ‘ભલે એકલો પણ એકડો’ ગીત પર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
 
રાજકોટમાં પોલીસનો ખૌફ જ ઓસરી ગયો હોય તેમ એક બાદ એક સોશિયલ મીડિયામાં આવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ધોળા દિવસે રસ્તા પર આ રીતે યુવક વીડિયો 
 
બનાવી પોલીસને પડકાર ફેંકતો હોય તેવું લાગી રહ્યું છે. જો ફાયરિંગ કરવામાં સ્હેજ પણ ભૂલ થઈ જાય તો લોકો અથવા પોતાની જાત જોખમમાં મૂકાઈ શકે છે. પરંતુ હાલનું 
 
યુવાધન આવા વીડિયો બનાવવામાં ગાંડાતૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.