1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2022 (13:50 IST)

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી ઊંચા 22 માળના બિલ્ડિંગમાં 250 ફૂટ લાંબો, 24 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા અભિયાન’નું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ આજથી રાજકોટ શહેરના ઘર તેમજ ઓફિસ ઉપર તિરંગો લહેરાય રહ્યો છે. જોકે સૌરાષ્ટ્રનો સૌથી ઊંચો 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો સૌરાષ્ટ્રની સૌથી ઊંચી 22 માળની રાજકોટની સિલ્વર હાઈટ્સ બિલ્ડીંગમાં લહેરાવવામાં આવ્યો છે. આ રાષ્ટ્રધ્વજ એક કિમી દૂરથી પણ દેખાય છે.‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે રંગીલા રાજકોટના રહેવાસીઓ પણ પોતાના ઘર ઓફિસ કે સોસાયટી બહાર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી 22 માળની સિલ્વર હાઈટ્સ સોસાયટી કે જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડીંગ ધરાવે છે. તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે. આ સોસાયટીના લોકો પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાયા છે અને સૌથી મોટો તિરંગો લહેરાવ્યો છે. આ તિરંગાએ રાજકોટવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે.