શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 જુલાઈ 2022 (17:10 IST)

રાજકોટ: TBZ માંથી દોઢ કરોડની લૂંટ

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના TBZ શોરૂમમાં શનિવારે સાંજે 1.48 કરોડના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે.
શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં શનિવારે સાંજે પિતા-પુત્રીએ દાગીના જોવા માટે ઘરે મંગાવ્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો. 
 
રાજકોટના શહેરના યાજ્ઞીક રોડ પર આવેલા ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી નામના સોનાના દગીનના શોરૂમના સેલ્સ મેનેજર સાથે લૂંટની ઘટના સામે આવી હતી. શોરૂમના સેલ્સ કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવેલ મોમીન સોસાયટીમાં રહેતી બિલ્કિસબાનુ નામની મહિલાએ શનિવારે સાંજે શોરૂમ માંથી દાગીના જોવા માટે ઘરે મંગાવ્યા હતા. જેથી શોરૂમનો વિશાલ નામનો કર્મચારી 1.48 કરોડના અલગ અલગ દાગીના ભરેલું બોક્સ લઇને બજરંગવાડી વિસ્તારમાં ગયો હતો. દરમિયાન ત્યાં પહોંચતાની સાથે જ બિલ્કિસએ તેના હાથમાંથી બોક્સ ઝુંટવી લીધું હતું અને ત્યારબાદ કાળા કલરની કારમાં ભાગી ગયા હતા.