Ahmedabad Traffic Rule Violation: અમદાવાદ શહેરના રસ્તાઓ પર ઘણા બાઇક સવારો હેલ્મેટ વગર જોવા મળે છે. આના કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગયા વર્ષે, ગુજરાત હાઈકોર્ટે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું અને હેલ્મેટ નિયમો લાગુ કરવા બદલ અમદાવાદ પોલીસને ઠપકો આપ્યો હતો. આ પછી, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિક કર્મચારીઓ અને બાઇક ચલાવતા જાહેર જનતા માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન હજુ પણ ચાલુ છે અને છેલ્લા બે દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.