શનિવાર, 17 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (15:18 IST)

ભારે વરસાદ પછી આજી અને ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા

Aaji Ukai Dam Gate Open
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં ૪૬૮ મી.મી. એટલે કે ૧૯ ઈંચ જેટલો, કાલાવડમાં ૪૦૬ મી.મી. એટલે કે ૧૬ ઈંચ જેટલો અને રાજકોટમાં ૩૨૫ મી.મી. એટલે કે ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે