બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 એપ્રિલ 2022 (16:47 IST)

કેજરીવાલ અને ભગવંત માનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ શો

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો રોડ શો ચાલી રહ્યો છે. રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગરબ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાશે. આમ આદમી પાર્ટીના બંને નેતાઓની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા છે. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ શોના પગલે રૂટ ઉપર તેમજ બંને નેતાઓના વાહન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
 
આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ-શોનો રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલા ટૂંકાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બન્ને નેતાઓના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડીયાર મંદિરથી રોડ શો શરૂ થશે. આ પહેલા રોડ શો નિકોલ ગામના ખોડીયાર મંદિરથી શરૂ કરી અને ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ-શો ના રૂટને ટૂંકાવવા અંગે નું કોઈ કારણ હજી સુધી સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.