સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2024 (13:45 IST)

હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ, ATSએ ઝડપી પાડી

કચ્છમાંથી બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલી સીઆઇડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યા બાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યા બાદ ધરપકડ કરાઈ હતી. જે બાદ તેને જામીન મળ્યા બાદ તે જેલમાં પરત આવવાના બદલે ત્યાંથી ભાગી ગઈ હતી. દરમિયાન ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીને લીંબડી નજીક આવેલ એક ગામમાંથી બાતમીના આધારે ઝડપી લીધી હતી.

કચ્છના ભચાઉમાં LCBની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હતી.નીતા ચૌધરી અને બુટલેગર બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને આપેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. નીતા ચૌધરીને પોલીસ પકડવા જતા રફૂચક્કર થઇ ગઈ હતી. આખરે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSના સકંજામાં આવી ગઇ છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATSએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.