બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જુલાઈ 2022 (10:00 IST)

આબુ બન્યું આહલાદક, મીની કાશ્મીર જેવો નજારો સર્જાતા પર્યટકોની ભીડ જામી

ગુજરાતને અડીને આવેલા આબુ રાજસ્થાન માઉન્ટ આબુ ના વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે જેમાં માઉન્ટ આબુની શોભા વધારતો નખીલેખ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે. જોકે માઉન્ટ આબુમાં રમણીય વાતાવરણ નું મીની કશ્મીર જેવો નજરો બનતા પર્યટકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે
 
બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેમાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીના જળસ્તરમાં વધારો થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે. 
જેમાં ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ સારા વરસાદના પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. માઉન્ટ આબુમાં મીની કાશ્મીર જીવો નજરો જોવા મળી રહ્યો છે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ ઓ નો ધોધ વહેતા પર્યટકો ખૂબસૂરત વાનગીઓની મજા માણી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુમાં પહોંચી રહ્યા છે.