શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 19 એપ્રિલ 2023 (13:05 IST)

જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત

tractor
જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કાર પડધરી તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી ટ્રેક્ટર આવી રહ્યું હતુ. આ બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે.હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના છે અને એક મૃતક અન્ય જગ્યાનો છે.આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.