ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2023 (11:28 IST)

મહેસાણા ખાનગી બસ પલટી જતા અકસ્માત, એક મહિલા અને એક બાળકનું મોત

Accident
રાજ્યના મહેસાણાના નંદાસણ પસે એક અકસ્માત થયો છે આ બસમાં આશરે 18 લોકો સવાર હતા મળતી માહિતી મુજબ બસ સુરતથી જેતપુર જઈ રહી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિની મોત થઈ છે જેમાં એક બાળક અને મહિલાની જાણકારી સામે આવી છે. 
 
અકસ્માતમાં બસ પલટી હોવાથી બસમા સવાર મુસાફરોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા જેમા એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 6 કરતા વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108ની મદદથી નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે.