ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 એપ્રિલ 2023 (16:42 IST)

વિદ્યાર્થીઓના આપઘાતમાં દેશમાં ગુજરાત છઠ્ઠા ક્રમે, કોંગ્રેસે કહ્યુંઃ રોજગારની ઘટતી તકો જવાબદાર

congress manish doshi
ગુજરાતમાં વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૩માં પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું 
 
૧૮ થી ૩૦ વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર ૩૩ ટકા OBC અને ૨૦ ટકા SCના વિદ્યાર્થીઓ 
 
 
અમદાવાદઃ દેશમાં વિદ્યાર્થીઓના આપઘાતના કેસોમાં વધારો થઈ રહ્યો હોવાનું એક રીપોર્ટમાં સામે આવ્યું છે. દેશની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા બનાવો અંગે ગુજરાત કોંગ્રેસેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશભરનો શૈક્ષણિક સંસ્થાકમાં આપઘાતના દરમાં 32 ટકાનો વધારો થયો છે.આપઘાત માટે અસમાનતા-રોજગારની ઘટતી તકો જવાબદાર છે.
 
103 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે દેશની પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા વધ્યા છે.દેશની પ્રીમીયર ઈન્સ્ટીટ્યુટ IIT/IIM/ NITs/AIIMS સેન્ટ્રલ યુનિવર્સીટીમાં આત્માહત્યાના બનાવ વધી રહ્યા છે જેમાં વર્ષ 2018થી એપ્રિલ 2023 સુધીમાં 103 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ગુમાવ્યું છે.IITમાં 35, સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 29, NITsમાં 24, એઈમ્સમાં 11 અને IIMમાં 4 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે.
 
છેલ્લા પાંચ વર્ષમાં આ બનાવોમાં 26 ટકાનો વધારો
ગુજરાતમાં વર્ષ 2020, 2021 અને 2023માં પ્રિમિયમ ઇન્સ્ટીટ્યુટના ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે.દેશની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના આપઘાતમાં પાંચ વર્ષમાં 32 ટકાનો વધારો થયો છે.વર્ષ 2021માં દેશમાં રોજ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવન ટુંકાવ્યુ છે.દર કલાકે 1-2 વિદ્યાર્થીઓએ આપઘાત કરીને માનવજીંદગીનો અંત આણ્યો છે.દેશમાં આપઘાત કરીને જીવન ટુંકાનારની સંખ્યામાં પાંચ વર્ષમાં 26 ટકાનો વધારો થયો છે.
 
આ કારણોસર આત્મહત્યાઓ વધી
દેશમાં થતી આત્મહત્યામાં 30 ટકાથી વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ છે.વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, બિમારી, એકલતા, પ્રેમ, સંસ્થાનું વાતાવરણ, ગરીબી, આર્થિક પરેશાની,અસમાનતા, રોજગારની ઘટતી તકો જવાબદાર છે.દેશમાં 2017માં 9905 જ્યારે 2021માં 13,000 વિદ્યાર્થીઓએ જીવન ટુંકાવ્યુ છે.18 થી 30 વર્ષના વય ધરાવતા, આપઘાત કરનાર 33% OBC અને 20% SCના વિદ્યાર્થીઓ છે.
 
એનસીઆરબીના રીપોર્ટમાં ચોંકાવનારી વિગતો
NCRB અને Accidental Deaths and Suicides in India (ADSI)ના રીપોર્ટમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વર્ષ 2017માં 45217 લોકોએ અને વર્ષ 2021માં 56543 લોકોએ આપઘાત કર્યા છે.વિદ્યાર્થીઓના આપઘાતમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે જ્યારે ગુજરાત છઠ્ઠા-સાતમાં ક્રમાંકે છે.શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સહિત સંવાદ, કાઉન્સીલીંગ, કન્સલટેશન અંગે રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલીક સમય સુચક પગલા ભરવા જઈએ.