શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (11:45 IST)

સુરતમાં સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત, એક બાળક ગંભીર

સુરત શહેરનાં ડિંડોલીનાં બ્રિજ પર પૂરપાટ આવતી સિટી બસે બે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. જેમના મોત થયા છે તેમાં બે નાના બાળકો તથા એક કાકાનો સમાવેશ થાય છે. આ ગોજારા અકસ્માત બાદ સિટિ બસ ત્યાંથી પૂરપાટ નીકળી ગઇ હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી બ્રિજ પરથી એક બાઇક પર એક યુવક પોતાનાં કાકા ત્રણ બાળકોને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કલ્યાણજી વિથથલ મહેતા શાળામાં લઇ જતા હતાં. ત્યારે જ સામેથી એકદમ સ્પીડમાં આવતી સિટી બસે આ બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ બાઇક પર સવાર ચારમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને પણ ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયો છે.