સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (11:34 IST)

નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ કેસમાં પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની ધરપકડ કરી છે. પિતાએ વિવેકાનંદનગરમાં કરેલી ફરીયાદ મુજબ 2 નવેમ્બરના રોજ આશ્રમમાંથી તેમની નાની બાળકીને મુક્ત કરાવ્યા બાદ આશ્રમની એક્ટિવિટી બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આશ્રમથી દુર આવેલા પુષ્પક સીટીમાં આવેલા B-107 નંબરના મકાનમાં રાખ્યા હતા. આશ્રમમાં શું શું ગતિવિધિ ચાલે છે? તે બાબતે તેઓએ કોઈને જાણ કરવાની ના પાડી હતી. આશ્રમમાં રાતના સમયે કાસીગ અને એનરિચ કરાવતા હતા. આ તમામ પ્રવૃત્તિ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા કરાવતી હતી. બાળકો પાસે દિવસ રાત આશ્રમ યોગીની સર્વગયમપીઠમ નામની સંસ્થા જે ચાલે છે તેની પ્રવૃત્તિની જાણકારી આપવી અને યજમાનો પાસેથી એકથી સાત કરોડ રૂપિયા ઉઘરાવવા ટાર્ગેટ આપવામાં આવતો હતો. આવી પ્રમોશનલ એક્ટિવિટી કરાવાતી હતી. આશ્રમમાંથી ગયા બાદ પણ કોઈને વાત કરે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.