ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (15:09 IST)

નિત્યાનંદ આશ્રમ વિવાદ વકર્યો : બાળકોની લેવા-મૂકવા DPSની બસ આવતી હોવાનો ખુલાસો

નિત્યાનંદ આશ્રમની અમુક યુવતીઓને હાથીજણ રોડ પર આવેલી એક જગ્યાએ રાખવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમ જે જગ્યા પર છે તે જગ્યા ડીપીએસ તરફથી ભાડે આપવામાં આવી છે. હવે એવો પણ ખુલાસો થયો છે કે ડીપીએસ સ્કૂલની બસ હાથીજણ રોડ પર એક મકાનમાં રહેતી આશ્રમની યુવતીઓ અને બાળકોને લેવા-મૂકવા આવતી હતી. બીજી તરફ વધુ તપાસ માટે આજે SIT આશ્રમ પહોંચી છે. અમદાવાદમાં હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે હવે SIT આશ્રમ પહોંચી છે. આ પહેલા પોલીસે હાથીજણના પુષ્પક સીટીમાંથી કથિત રીતે ગુમ યુવતી નિત્યાનંદિતાની વસ્તુઓ કબજે કરી હતી. શંકાસ્પદ ગતિવિધિને લઈને સીટની ટીમે આશ્રમમાં રહેતા બાળકો સહિતના લોકોની પૂછપરછ કરશે.આશ્રમ વિવાદમાં એવો ખુલાસો થયો છે કે હાથીજણ રોડ પર આવેલા પુષ્પક સીટીમાં બે ભાડાના મકાનમાં આશ્રમની સાતથી આઠ યુવતીઓ અને બાળકોને રાખવામાં આવ્યા હતા. જેમને લેવા તેમજ મૂકવા માટે ડીપીએસ સ્કૂલની બસ આવતી હતી. આ બાળકો અને યુવતીઓને મોડી રાત્રે આશ્રમમાંથી અહીં લાવવામાં આવતા હતા. જે બાદમાં વહેલી સવારે તેમને ફરીથી આશ્રમમાં લઈ જવામાં આવતા હતા. ભગવા વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ અને બાળકોને બસમાં લઈ જવામાં આવતા હતા. ડીપીએસની બસ બાળકો અને યુવતીઓને લેવા મૂકવા આવતી હોવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. એવી પણ માહિતી મળી છે કે છેલ્લા દોઢ મહિનાથી યુવતીઓ અને બાળકો અહીં ભાડાના મકાનમાં રહેતા હતા.અગાઉ પૂછવામાં આવ્યું હતું ત્યારે ડીપીએસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલે આશ્રમને માત્ર જગ્યા જ ભાડે આપી છે. હવે ડીપીએસની સ્કૂલ પણ બાળકોને લેવા-મૂકવા આવતી હોવાનો ખુલાસો થતાં ડીપીએસ પણ શંકાના ઘેરામાં આવી છે. બીજી તરફ આશ્રમની જમીન અંગે કલેક્ટર કે પછી ડીઈઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા.