1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:25 IST)

દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા

Earthquake
દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. વારંવાર આવતા ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ હતો. ગત રોજ ડોલવણ વિસ્તારમાં બપોરે 1 કલાકની આસપાસ 2.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેની અસર નવસારીના ઉનાઈ પંથક સુધી અનુભવાઈ હતી. ત્યારબાદ રાત્રે બે 1.7 અને 1.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે સવારે 8 કલાકે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સતત 10 દિવસ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા બાદ બે દિવસ રાહત મળી હતી. જોકે, ગત રોજથી દક્ષિણ ગુજરાતમાં ફરી ભૂકંપના હળવા આંચકાની શરૂઆત થઈ છે. ગત રોજ બપોરે 1 વાગ્યે ડોલવણમાં 2.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ રાત્રે 10.06 વાગ્યે નવસારી જિલ્લાના ભીનાર નજીક 1.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે મોડી રાત્રે નવસારીમાં 2.25 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આજે સવારે 7.59 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.છેલ્લા કેટલાક વખતથી વારંવાર ભૂકંપના આંચકા આ વિસ્તારમાં આવી રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાને લઈ લોકોમાં ચિંતા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી.