મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:06 IST)

આંગણવાડીના બાળકો નાશ્તામાં ફળો મળશેઃ સરકારે બાળક દીઠ અધધ એક રૂપિયો ફાળવ્યો

ગુજરાત સરકાર હવે રાજ્યને કુપોષણ મુક્ત રાજ્ય બનાવવાની વાતો કરી રહી છે. તેમજ બાળકો કુપોષણનો ભોગ ના બને તે માટે પોષક તત્વોયુક્ત ખોરાક પણ આપવાની ચર્ચાઓ કરી રહી છે. આ માટે સરકારે આંગણવાડીમાં બે દિવસ નાશ્તામાં ફળો આપવાનો નિર્ણય કર્યો છે. અઠવાડિયામાં સોમવાર અને ગુરુવારે નાશ્તામાં બાળકોને ફળ અપાશે.  આ માટે રાજ્ય સરકારે બાળકોને ફળો આપવા માટે સૌથી મોટી રકમ તરીકે બાળક દીઠ માત્ર એક રૂપિયો ફાળવ્યો છે.1 કિલો કેળાના 20 રૂપિયાનો ભાવ છે. તેમ માત્ર 10 થી 12 કેળા આવે છે. જેથી બાળકોને કેળાના ટુકડા કરીને વહેચવા પડે છે. ત્યાં ક્યાંથી પોષણ મળવાનું છે. તે પ્રશ્ન સૌને ઉઠ્યો છે. સરકારે 20 દિવસ પહેલાં એક પરિપત્ર યુસીડી વિભાગને મોકલી આપવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના બાળકોને ફ્રુટનો નાસ્તો આપવા માટે એક બાળક દીઠ માત્ર 1 રૂપિયો ફાળવ્યો છે. મોટાભાગની આંગણવાડીઓમાં 30 થી 35 બાળકો હોય છે. જેથી એક આંગણવાડીને સરકારના પરિપત્ર મુજબ 30 થી 35 રૂપિયા મ‌ળે છે. જામફ‌ળ , સફરજન ,ચીકું, વગેરેના ભાવ તો 60 થી 100 રૂપિયે કિલો વેચાય છે. અને તેમાં 1 કિલોમાં માત્ર 5 કે 6 નંગ આવે છે. હાલ તો માત્ર કેળા સસ્તાં પડે છે. જે 20 રૂપિયે કિલો વેચાય છે. જે પણ 1 કિલોમાં 10 થી 12 નંગ આવે છે. જેથી બાળકોને ફ્રુટનો નાસ્તો કેવી રીતે આપવો તે પ્રશ્ન છે. સંચાલકો બાળકોને અડધુ અડધુ કેળું આપે છે. તેનાથી પેટ ભરાતું નથી. તો શુ પોષણ તત્વોની વાત જ ક્યાં રહી. તે પ્રશ્ન સૌને ઉઠવા પામ્યો છે.