1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (15:18 IST)

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત, 6ના મોત, અનેક ઘાયલ

મધ્ય પ્રદેશના ઘાર જિલ્લામાં તિરલા પોલીસમથક અંતગર્ત ઇન્દોર-અમદાવાદ માર્ગ પર અકસ્માતમાં 6 મજૂરોની મોત થયા છે. મંગળવારે મોડીરત્રે લગભગ રાત્રે 12:30 વાગે આ અકસ્માતમાં એક ડઝનથી વધુ મજૂરો ઘાયલ થયા છે. મજૂર પિકઅપ વાહન દ્વારા કેસૂરથી સોયાબીનની કાપણી કરીને ટાંડા જઇ રહ્યા હતા. 
 
આ દરમિયાન તિરલા ક્ષેત્રમાં ફોરલેન પર ચિખલિયા નજીક ઢાબાની સામે મજૂરોનીથી ભરેલા પિકઅપને પંચક્ચર થઇ ગયું હતું. ડ્રાઈવર અને કેટલાક મજૂર ઉતરીને ટાયર બદલી રહ્યા હતા, જ્યારે બાકી વાહનમાં જ બેસ્યા હતા. આ દરમિયાન ટેન્કરે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે મજૂરો દૂર ફેંકાઇ ગયા હતા, પિકઅપ વાહનમાં મહિલા અને બાળકો પણ હતા. 
 
અકસ્માત બાદ બે એમ્બુલન્સ સહિત 6થી વધુ વાહનો મારફતો ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. કેટલાક ઇજાગ્રસ્તોને ઇન્દોર મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ચાર મજૂરોને જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. મજૂરોએ જણાવ્યું હતું કે રાત્રે ટાયર બદલવામાં આવી રહ્યું હતું. મજૂર પિકઅપમાં બેઠા હતા. જ્યારે કેટલાક નીચે ઉતરીને ડ્રાઇવરની મદદ કરી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો. ઘણા મજૂર ટક્કર બાદ દૂર ફેંકાઇ ગયા હતા.  
 
અકસ્માતમાં મૃતકો ટાંડા કોદીના છે. તેમાં ત્રણ બાળક છે. અકસ્માતમાં 10 વર્ષના બાળક જિતેન્દ્ર પિતા કબ્બૂ, 12ના રાદેશ પિતા કૈલાશ, 40 વર્ષથી કુવરસિંહ પિતા દિતલા, 15 વર્ષના સંતોષના પિતા તેરસિંહ, 35 વર્ષની શર્મિલાના પતિ મોહબ્બત અને ભૂરીભાઇના પતિ મોહનનું મોત નિપજ્યું છે.