મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:24 IST)

કોવિડ સેન્ટરમાં ગૂંજી ગરબાની ધૂન, દર્દીઓના શારીરિક-માનસિક સ્વાસ્થ માટે કરાવ્યા એરોબિક્સ

કોરોના સંક્રમણની ચપેટમાં આખું શહેર આવી ગયું છે. દરેક વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં, રોગીઓને એક અનુકૂળ વાતાવરણ મળે છે અને તે કોરોના તણાવમાંથી રાહત અનુભવ છે. ગરબાના ગીત પર દર્દીઓની સામે એક એરોબિક્સ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓને શારીરિક અને માનસિક રૂપથી ફાયદો પહોંચાડવાના ઉદ્દેશ્યથી અનોખી યોજના બનાવવામાં આવી છે. 
 
શહેરના વિભિન્ન વિસ્તારોમાં તાત્કાલિક પ્રભાવથી આઇસોલેશન વોર્ડ કેંદ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક સંગઠન અને બિન સરકારી સંગઠન આગળ આવી રહ્યા છે. નાના વરાછા ક્ષેત્રમાં યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા કોવિડ આઇસોલેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. 35 બેડની ઓક્સિઝન સુવિધાવાળા એક કોવિડ કેંદ્રની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા દર્દેઓને પ્રેરિત કરવા માટે સૌથી વધુ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 
 
કોવિડ સેન્ટરમાં દર્દીને રાહત આપવા માટે સૌથી વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. સમગ્ર શહેરમાં ડરનો માહોલ છે. જે વ્યક્તિ કોરોના સંક્રમિત છે, તે વધુ ખતરામાં જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આઇસોલેટ સેન્ટરમાં એરોબિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇસોલેટ સેન્ટરમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. એક દિવસ હાસ્ય કલાકાર, યોગ, માતાજીની આરતી, મોટીવેશન સ્પીકર, ગરબા સાથે-સાથે વિભિન્ન ગતિવિધિઓ કરવામાં આવી રહી છે. 
 
કોરોના સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પુરૂ પાડવામાં આવે છે તો તે માનસિક તણાવમાંથી મુક્ત થઇ શકે. સારવાર સાથે સાથે રિકવરી રેટ વધી જાય છે. આઇસોલેટ સેન્ટરમાં તમામ ઉંમરના દર્દીઓ આવી રહ્યા છે. હોસ્પિટલમાં વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દર્દીઓને અહીં ઓક્સિઝનના સહારે સારવાર કરવામાં આવે છે. એવા ઘણા દર્દી છે જે અહીં સારવાર બાદ સાજા થઇ જાય અને ઘરે જતા રહે છે. એટલા માટે જો કોઇને વધુ સંક્રમણ હોય તો તેને વ્યવસ્થા થતાં હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. 
 
યૂથ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ અંકિતએ કહ્યું કે 'અમે અમારા તમામ દર્દીઓનો તણાવ દૂર થાય અને મનની શાંતિ મળે તેવો પ્રયત્ન કરીએ છે. અમે એરોબિક્સ અને કોમેડિયનને આમંત્રિત કરીને તેમનું મનોરંજન કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે દર્દીઓને બે વાર નાસ્તો તથા બે ટાઇમનું ભોજન આપવામાં આવે છે. સાથે સમયાંતરે દર્દીઓને સતત રસ આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દર્દીઓને સંતુલિત આહાર મળે