મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જૂન 2020 (10:27 IST)

અમ્ફાન બાદ હવે ગુજરાતમાં હિકા વાવાઝોડાનો ખતરો, એલર્ટ જાહેર

ઓડિશા અને પશ્વિમ બંગાળ હજુ અમ્ફાન વાવાઝોડાના કહેરમાંથી બહાર નિકળ્યા નથી અને દેશના વધુ એક સમુદ્ર કિનારે સમુદ્રી વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કોરોના સંકટ વચ્ચે દેશના અલગ-અલગ ભાગોમાં ચક્રવાત-ભૂકંપ અને કમોસમી વરસઆદ જેવી કુદરતી આફતોનો સિલસિલો ચાલું છે. ત્યારે ગુજરાતના સમુદ્ર કિનારે હિકાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં અમ્ફાન વાવાઝોડના કોહરામ બાદ હવે ગુજરાતના સમુદ્ર કિનારે હિકા ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો છે. 
 
હવામાન વિભાગના જાણકારોનું કહેવું છે કે ગુજરાતન સમુદ્ર કિનારે હિકા નામનું ચક્રવાત તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં હિકા નામનું ચક્રવાત 3 થી 4 જૂન વચ્ચે તબાહી મચાવી શકે છે. આ વાવાઝોડું ગુજરાતના દ્વારાકા, ઓખા, મોરબીથી ટકરાઇને કચ્છ તરફ આગળ વધી શકે છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અન્ય તોફાનોની માફક પણ કચ્છના કંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે. 
 
હાલ અરબ સાગરમાં ડીપ ડિપ્રેશનના લીધે ગુજરાતના સમુદ્ર કિનારે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. પહેલાં આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ માનવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાત જ્યારે જમીન સાથે ટકરાશે તો ગતિ 120 કિમી રહેશે. સાથે ભારે પવન ફૂંકાશે. 
 
વાવાઝોડાની આશંકાને ધ્યાનમાં રાખતાં સમુદ્ર કિનારે ન જવાની સલાહ આપી છે. જોકે હવામાન વિભાગના અનુસાર આ વાવાઝોડાનું કેન્દ્ર ઓમાનની પાસે છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી વિસ્તારોએ જોવા મળી શકે છે. 
 
તમને જણાવી દઇએ કે અરબ સાગરમાં વાવાઝોડાની એવા સમયે સામે આવી છે જ્યારે તાજેતરમાં જ બંગાળની ખાડીથી સર્જાયેલા ચક્રવાતી અમ્ફાનના કારણે બંગાળના ચાર જિલ્લામાં ભારે તબાહી સર્જાઇ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડામાં 86 લોકોના મોત થયા હતા અને લાખો લોકો બેઘર થયા છે. 
 
આ પહેલાં સૌરાષ્ટ્રના સમુદ્રી તટ પર વાયુ ચક્રવાતનો ખતરો મંડરાઇ રહ્યો હતો, પરંતુ આ ચક્રવાત વેરાળની પાસેથી પસાર થયું અને સમુદ્રમાં સમેટાઇ ગયું છે. જોકે નજીકથી પસાર થતાં ભારે પવનના લીધે સમુદ્ર કિનારે શહેરમાં ભારે નુકસાન થયું હતું.