શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 માર્ચ 2022 (15:46 IST)

ગુજરાતમાં પાંચ રાજ્યોમાં મળેલી જીતનો ભાજપે જશ્ન મનાવ્યો

આજે જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીનાં મતોની ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ચારેક રાજયોમાં ભાજપની જીત લગભગ નક્કી છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં વર્ષો બાદ સૌપ્રથમ સતત બીજીવાર  બહુમતી સાથે સરકાર બનાવનાર પક્ષ ભાજપ બન્યો છે. તેમજ આવતીકાલે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને શહેર ભાજપમાં  ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો દ્વારા પક્ષને મળેલી આ ભવ્ય જીતની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપનાં નેતાઓ ઢોલનાં તાલે ઝૂમી ઉઠયા હતા. તેમજ આતશબાજી કરી વિજયોત્સવ મનાવાયો હતો.ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઢોલ નગારા સાથે વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. 
 
ભાજપના મહિલા મોરચાની મહિલાઓ દ્વારા કમલમમાં ગરબા કરી વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. હાથમાં ભાજપના ઝંડા લઇ અને ગરબે ઝૂમી ભાજપના ભવ્ય વિજયની ખુશી વ્યક્ત કરી છે.