રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :રાજકોટ , શનિવાર, 29 જૂન 2024 (16:37 IST)

દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર ભારે વરસાદથી પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી

rajkot news
rajkot news
ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલી ખુલી છે. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટમાં બનેલા આ નવા એરપોર્ટ પર આ પ્રકારની સ્થિતિ સર્જાતા બાંધકામની પોલ ખુલી હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.પેસેન્જર પીક અપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટલા એરપોર્ટ પર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. 
rajkot airport
rajkot airport
રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી 
રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભારે પવન ફૂંકાતા રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટના ટળી હતી અને પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી જો કે, સદનસીબે નીચે પેસેન્જનર ન હોવાથી દુર્ઘટના ટળી હતી અને ચોમાસાની શરૂઆતમાં માત્ર પવન ફૂંકાતા એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખૂલી જવા પામી છે. આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. 
 
રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો
હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે 11 વાગ્યાથી અડધો કલાક શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાગ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે દિલ્હીમાં ભારે વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલ દુર્ઘટના બાદ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે. રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી હતી.