શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 ડિસેમ્બર 2021 (12:18 IST)

સાડા પાંચ મહિના બાદ ગુજરાતમાં ફરી 500થી વધુ ઍક્ટિવ કેસ, સૌથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં સાડા પાંચ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે અને ઍક્ટિવ કેસોનો આંકડો 500ને પાર પહોંચ્યો છે.
 
રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસો પૈકી સૌથી વધુ 158 એક્ટિવ કેસ અમદાવાદમાં છે.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં શનિવારે 71 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીઓને રજા આપવામાં આવતા ઍક્ટિવ કેસનો આંકડો 524 પર પહોંચ્યો છે.
 
ઉચ્ચ આરોગ્ય અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેરની સરખામણીએ હૉસ્પિટલાઇઝેશનનો દર ઘણો ઓછો છે. અંદાજે 10 ટકા લોકોને હૉસ્પિટલાઇઝેશન તેમજ ઇન્ટેન્સિવ કૅરની જરૂર પડતી હોય છે.