શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (10:03 IST)

અમદાવાદ: જનરલ બિપિન રાવત વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર વ્યક્તિની ધરપકડ

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મોતને લઇને પોતાના ફેસબુક પેજ પર કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરનાર ગુજરાતના એક 44 વર્ષીય વ્યક્તિની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તેમને ગત પોસ્ટ માટે ધરપકડ કરવામાં આવી છે. તેમાં પણ અપમાનજનક ટિપ્પણી કરી હતી, પરંતુ આ ત્યારે ઉજાગર થયું, જ્યારે નવી ટિપ્પણી સમે આવી. સાઇબર ક્રાઇમ સેલ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આરોપીની ઓળખ શિવાભાઇ રામના રૂપમાં થઇ છે, જે ગુજરાતમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સ્થિત ભેરાઇ ગામના નિવાસી છે. જોકે આપવામાં આવેલી જાણકારીમાં જનરલ રાવત વિરૂદ્ધ તેમની ટિપ્પણી વિશે કંઇપણ જણાવ્યું નથી. 
 
જનરલ રાવતની બુધવારે તમિલનાડુમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં 12 અન્ય લોકો સાથે મોત થયા હતા. આરોપી કલમ 153-એ હેઠળ વિભિન્ન ગ્રુપો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા અને આઇપીસી કલમ 295- એ હેઠળ ધર્મનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી દુભાર્ગ્યપૂર્ણ કૃત્યોમાં લિપ્ત હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી. 
 
આસિસ્ટ પોલીસ કમિશ્નર જિતેન્દ્ર યાદવે કહ્યું કે 'જનરલ બિપિન રાવત પર કેટલાક અપમાન પોસ્ટ શેર કર્યા બાદ આરોપી અમારી રડારમાં આવી ગયા હતા. તેમની ટાઇમલાઇન સ્કેન કરીને, અમને ખબર પડી કે તેમણે પહેલાં હિન્દુ દેવી દેવતાઓ વિશે આપત્તિજનક પોસ્ટ શેર કરી હતી. તેના પોતાના ફેસબુકમાં જૂની પોસ્ટમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.