શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (09:58 IST)

સુરતના ડિંડોલીમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીનું 9મુ ઓપરેશન કરાશે

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે. જો કે, પીડિતાની દૃષ્ટિએ અને તેમાં પણ માસૂમ બાળકીઓના કેસમાં જોઇએ તો તેને જીવનભર ન ભૂલાય એવી અસહ્ય વેદનામાંથી પસાર થવું પડતું હોય છે. 3 વર્ષ અગાઉ ડિંડોલીમાં આવો જ એક બનાવ બન્યો હતો જેમાં સાડા ચાર વર્ષની બાળકી પર હેવાને કરેલા બળાત્કાર બાદ ફુલસમી બાળકીની આખી જીંદગી વેરવિખેર થઈ ગઇ.

આ દર્દનાક ઘટના બાદ તેના શરીરે 8 ઓપરેશન થઇ ગયા છે, 200 ટાંકા લેવાયા છે અને 7 દિવસ બાદ 9મું (પ્લાસ્ટિક સર્જરી)ઓપરેશન થવા જઇ રહ્યું છે. ઘડી-ઘડીએ આ બાળકી કણસી રહી છે. માતા-પિતા 24 કલાક બાળકની નજર સામે તડપતી જોઇને લોહીના આંસુએ રડી રહ્યા છે. 3 વર્ષ સુધી બાળકી માત્ર સૂઇ જ શકતી હતી. બાદમાં તેને ટાયર પર બેસાડવાની શરૂઆત થઇ. યોગ થેરાપી અપાઈ. અમેરિકા સહિતના ડોકટરોના અભિપ્રાય લઇ ઓપરેશનો કરાયા. હવે બાળકી માતા બનશે કે કેમ એ અંગે પ્રશ્નાર્થ છે. 2018માં ડિંડોલીમાં સાડા ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનારા આરોપી રોશન ભૂમિહારને કોર્ટે આજીવન જેલની સજા આપી હતી. પરંતુ બાળકીનું જીવન બરબાદ થઈ ગયું હતું. બંને ઇન્ટરનલ પાર્ટ એક થઇ ગયા હતા. 200 ટાંકા લેવાયા છે. તમામ ખર્ચ ઉઠાવનાર વકીલ પ્રતિભા દેસાઈ કહે છે, બાળકી 3 વર્ષ હાજત કરી શકતી ન હતી. આરોપીએ હોઠ કરડી ખાધો હતો. બચકાં ભર્યાં હતાં