ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (13:00 IST)

અમદાવાદમાં અડધી સદી જુનુ શિવ મંદિર તોડી પડાતા લોકો વિફર્યા

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી 50 વર્ષ જૂનું શિવજી મંદિરને મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનામાં સ્થાનિક અને શ્રદ્ધાળુ લોકોનું કહેવું છે કે, AMCએ કોઇ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ મંદિરને ધરાશાયી કરી દેવામાં આવ્યું છે, જેથી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક અને શ્રદ્ધાળુ લોકો મંદિર ટૂટી જવાના કારણે ફરીથી મંદિરનું નિર્માણ કરવા માટે માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ, આ ઘટના વિશે મેયરે લોકોની આસ્થાને જોતા મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, અગાઉ હતું તેવું શિવજીનું મંદિર ફરીથી બાંધવામાં આવશે. જ્યારે AMCનું કહેવું છે કે, આ પુરાણિક મંદિરનું પિલર અને છતને ખોટી રીતે વિસ્તરણ કરાયું હોવાની ફરિયાદ મળી હતી, જેના પર તંત્રએ કામગીરી હાથ ધરી હતી. તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ છે અને મંદિર તોડનારા અધિકારીને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં શુક્રવારે 11થી 2 દરમિયાન ધરણા કાર્યક્રમ યોજાનાર છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં વર્ષા ફ્લેટ પાસે શિવજીનું પુરાણિક મંદિર આવેલું હતું. આ મંદિરમાં દરરોજ હજારો લોકોના ધસારો રહેતો હોય છે.