ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: પાલનપુરઃ , ગુરુવાર, 30 નવેમ્બર 2023 (12:39 IST)

Ahmedabad Accident - પાલનપુર અમદાવાદ હાઈવે પર સ્કોર્પિયો કારે બે વાહનોને અડફેટે લીધા, 8 મુસાફરો ઈજાગ્રસ્ત

news of gujarat
news of gujarat
Ahmedabad Accident  -  ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે. હાઈવે પર ઓવરસ્પીડમાં ચાલતા વાહનોથી થતાં અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં 9થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, મુસાફરો વાહનમાં જ ફસાઈ ગયાં હતાં. 
 
સ્કોર્પિયો કારના ચાલકે બે વાહનોને અડફેટે લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર અમદાવાદ હાઈવે પર સ્થિત કાણોદર પાસે પુરપાટ આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં અન્ય બે વાહનોને અડફેટે લીધા હતાં. આ ટક્કરથી એક વાહન પલટી ખાઈ ગયું હતું અને બીજાનો ખુડદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 9 મુસાફરોને ગંભીર ઈજા થતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 
 
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માત સર્જનાર સ્કોર્પિયોનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.