સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (10:54 IST)

અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેન ઝડપાતા કસ્ટમ વિભાગ દોડતુ થયુ

ગુજરાતમાં નસીલા પદાર્થની હેરાફેરી કરવાના અનેક સમાચાર આવતા હોય છે.  આ જ રીતે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેન ઝડપાયુ એરપોર્ટ પર ભારે ખળભળાટ મચી ગયો છે. દુબઇથી આવી રહેલા આફ્રિકન નાગરિકની હરકત શંકાસ્પદ લાગતા તપાસ કરાઇ હતી. જેમાં તેની પાસેથી કોકેન મળી આવતા કસ્ટમ વિભાગ ચોંકી ઉઠ્યું હતું.  આફ્રિકન નાગરીક પાસેથી મળી આવેલા કોકિનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજીત છ કરોડની કિંમત છે.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક વાર કરોડા ડ્રગ્સની હેરાફેરીના કરવામાં આવતી હોવાના સમાચાર સાંભળવા મળ્યા છે જેમાં ગુજરાતની સરહદી વિસ્તારોમાંથી કે સમૃદ્રના માર્ગે ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતું હોય પરતું કરોડના કોકેઈ સાથે આફ્રિકન નાગરિક ઝડપાઈ જતા દેશ અને વિદેશમાં ચાલી રહેલી ડ્રગ તસ્કરી અંગે પોલીસને વધુ માહિતી મળી શકશે