શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ. , બુધવાર, 26 ડિસેમ્બર 2018 (12:07 IST)

BMW કાંડનો આરોપી વિસ્મય શાહ અને તેની પત્ની સહિતના દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ગાંધીનગરના અડાલજ નજીક આવેલા બાલાજી કુટિરમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા છ લોકોની ધરપકડ છે. બોડકદેવ વિસ્તારમાં પુરપાટ ઝડપે BMW કાર ચલાવી બે વ્યક્તિના મોત નિપજાવવાના ગુનામાં આરોપી રહી ચૂકેલો વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ, મોટા બિલ્ડરનો પુત્ર સહિતના હાઈપ્રોફાઈલ લોકો ફાર્મ હાઉસમાં પાર્ટી માણતા ઝડપાયા છે. પોલીસે દારૂની બોટલો અને હુક્કા પણ જપ્ત કર્યા છે. જ્યારે રશિયન યુવતી પણ પાર્ટીમાં સામેલ હતી અને તેની પાસે પરમિટ હોવાનું સામે આવ્યું છે. સેટેલાઇટ વિસ્તારના પ્રેમચંદનનગર રોડ પર 24મી ફેબ્રુઆરી 2012એ રાત્રે BMW કાર ચલાવી વિસ્મયે બે યુવાનોને ઉલાળ્યા હતા. વિસ્મય તેની BMW સેટેલાઇટમાં 112 કિમીની ઝડપે ચલાવી હતી. જેમાં શિવમ અને રાહુલ નામના બાઇકસવારના મોત નિપજ્યા હતા.  હિટ એન્ડ રન બાદ ફરાર થયો હતો અને બે દિવસે પોલીસ સામે શરણાગતિ સ્વીકારી હતી. આ કેસમાં તે પાંચ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યો છે.વિસ્મય શાહે વિદેશમાં હનીમૂન મનાવવા માટે અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેને નામંજૂર કરી હતી. વિસ્મય શાહે કોર્ટમાં અરજી કરી હતી કે તેના લગ્ન થઈ ગયા છે અને તેને હવે હનીમૂન માટે વિદેશ જવું છે. હાઈકોર્ટે ટકોર કરી મનાઈ ફરમાવી દીધી હતી. અને કહ્યું હતું કે, હનીમૂન કરવું હોય તો ભારતમાં બહુ બધા સ્થળ ફરવાલાયક છે.