આજથી ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ, ભૂલથી પણ ના તોડતા આ રૂલ્સ

અમદવાદ:| Last Updated: સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (10:33 IST)

કેન્દ્ર સરકાર દ્વારા કરાવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019ને 1 સપ્ટેમ્બરથી દેશ ભરમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. તેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આજથી ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટ 2019નો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાહન ચોલકોએ જો ભૂલથી પણ આ નિયમોમાંથી એક પણ નિયમ તોડશે તો તેમને નીચે પ્રમાણે દંડ થઇ શકે છે.
લાયસન્સ, વીમો, પીયુસી, RC બુક સાથે ના હોય તો અત્યાર સુધી 100 રૂપિયાનો દંડ કરવામાં આવતો હતો. જ્યારે નવા નિયમ મુજબ પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગમે ત્યાં પાર્કિંગ અને ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ માટે પહેલા 100 રૂપિયા દંડ હતો. જ્યારે નવા નિયમ મુજબ પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

લોકો ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા હોય છે. પરંતુ હવે જો ચાલુ વાહને મોબાઇલ પર વાત કરતા પકડાશે તો પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ફોર વ્હિલ ચલાવતા સમયે સિટ બેલ્ટ અથવા તો ટુ વ્હિલર ચલાવતા સમયે જો હેલમેટ નહીં પહેરીયું હોય તો પહેલી વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
ટુ વ્હિલર પર ત્રણ સવારી માટે 100 રૂપિયા દંડ હતો જેને નવા નિયમ પ્રમાણે કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભયજનક રીતે વાહન ચલાવનારને અત્યાર સુધી 1000 રૂપિયા દંડ હતો જ્યારે નવા નિયમ મુજબ ટુ અને થ્રી વ્હિલરને 1500, LMVને 3000 અને અન્ય વાહનોને 5000 રૂપિયા દંડ થશે. પૂરપાટ ઝડપે વાહન ચલાવનાર ચાલકોને અત્યાર સુધી 400 રૂપિયા દંડ થતો હતો.

જ્યારે 16 સપ્ટેમ્બરથી પ્રથમ વખત ટુ અને થ્રી વ્હિલરને 1500 રૂપિયા, LMVને 2000 અને અન્ય વાહનોને 4000 રૂપિયા દંડ થશે અને જો બીજી વખત પકડાશે તો ટુ અને થ્રી વ્હિલરને 2000 રૂપિયા, LMVને 3000 અને અન્ય વાહનો માટે 6 મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવશે.
ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનારને અત્યારે 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. જ્યારે નવા નિયમ પ્રમાણે ટુ વ્હિલરને 2000 રૂપિયા અને ફોર વ્હિલરને 3000 કે તેનાથી ઉપરનો દંડ ભરવો પડશે. નવા દંડમા અલગ અલગ ગુનામાં અલગ અલગ દંડની જોગવાય કરવામાં આવી છે. જોકે વાહન ચાલકો પોતાના દસ્તાવેજ પોતાની સાથે ન હોય તો ડીજી લોકોરમાં રાખેલ દસ્તાવેજ બતાવી શકશે અને તે માન્ય પણ ગણાશે. તેમજ વાહન ચાલકે સાથે દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં દસ્તાવેજ રજુ કરી શકાશે.


આ પણ વાંચો :