બૉલીવુડ સુપર સ્ટાર કંગના રણોત એ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી...

Last Modified રવિવાર, 15 સપ્ટેમ્બર 2019 (10:52 IST)
સોમનાથ મહાદેવ ની તત્કાલ મહાપૂજા અને મધ્યાહન આરતી નો લ્હાવો લીધો...
દેશ માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવ ને કરી પ્રાર્થના...

બૉલીવુડ ની સુપર સ્ટાર કંગના રણોત દ્વારકાધીશ ના દર્શન કરી દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવવા આવી પહોંચી હતી...
સોમનાથ મહાદેવ ને પ્રથમ જળાભિષેક બાદ તત્કાલ મહાપૂજા કરી હતી અને મહાદેવ ની મધ્યાહન આરતી નો પણ લ્હાવો લીધો હતો...
કંગના રણોત ના સોમનાથ મહાદેવ ના દર્શન સમયે વેરાવળ સોમનાથ બિલ્ડર્સ એસોસિએશન ના પ્રમુખ બાદલભાઈ હુંબલ, યુવા આહીર અગ્રણી નરેન્દ્રભાઈ ડાંગર, સોમનાથ મંદિર ટ્રસ્ટ ના અધિકારી અજય દુબે, જીતુપુરી, ઉમેદસિંહ સહિત ના ઓ સાથે જોડાયા હતા.
કંગના એ આ તકે મીડિયા સાથે ની વાત માં જણાવેલ કે પોતે પ્રથમ વાર જ સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે આવેલ છે અને ભગવાન સોમનાથ મહાદેવ ની દિવ્ય આરતી અને મહાપૂજા કરી ધન્ય બની છે સાથે
સોમનાથ મહાદેવ ને દેશ માં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હોવાનું
જણાવ્યું હતું.

સોમનાથ મંદિર ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા કંગના રણોત ને મુમેન્ટ આપી અભિવાદન કરાયું હતું.


આ પણ વાંચો :