ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 21 ઑગસ્ટ 2019 (11:54 IST)

'તેજસ એક્સપ્રેસ' દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન તરીકે સપ્ટેમ્બરથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે

દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્ટેમ્બરથી દોડશે. આ ટ્રેનનું સંચાનલ આઇઆરસીટીસીને 3 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી - લખનઉ વચ્ચે આ ટ્રેન દોડાવા માટેની મંજૂરી આપી દીધી છે. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્ટેમ્બરથી દોડશે. આ ટ્રેનનું સંચાનલ આઇઆરસીટીસીને 3 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને અમદાવાદ - મુંબઈ અને નવી દિલ્હી - લખનઉ વચ્ચે આ ટ્રેન દોડાવા માટેની મંજૂરી આપી દીધી છે.
 
આ બન્ને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજરીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં. આ બન્ને પ્રીમિયમ ટ્રેન પ્રાયોગિક ધોરણે 3 વર્ષ સુધી ચલાવવા માટે આપવામાં આવશે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે. આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજરીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં.
 
સપ્તાહમાં 6 દિવસ દોડશે તેજસ એક્સપ્રેસ  
 
અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે.
 
દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ હોલેજ કોન્સેપ્ટ પર દોડાવવામાં આવશે. એક ટ્રેન કે કોચને એક સ્ટેશનેથી બીજા સ્ટેશન સુધી પહોંચાડવાનો જે ખર્ચ થાય છે તેને હોલેજ ખર્ચ કહેવામાં આવે છે. રેલવે જેને પણ ટ્રેન દોડાવવા માટે આપશે તેની પાસેથી હોલેજ ખર્ચ અને તેની ઉપર થોડોક નફો ગણી ચોક્કસ રૂપિયા લેશે. જ્યારે ટ્રેન ચલાવવામાં નફો કે નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે.