શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:47 IST)

અમદાવાદ-બોટાદ ટ્રેન માટે લોકોએ વધુ રાહ જોવી પડશે

બોટાદ અમદાવાદ બ્રોડગેજ કન્વર્ઝન યોજના પૂરી થવા આડે શંકા સેવાઇ રહી છે. વર્ષ ર૦૧૮ સુધીમાં બ્રોડગેજ કન્વર્ઝન યોજના પૂરી થાય તેવી કોઇ સંભાવના નહીં દેખાતા આ રૂટ પર ચાલતી ટ્રેનોમાં પ્રવાસ કરનારા મુસાફરોએ હજુ એક વર્ષ જેટલા સમયની રાહ જોવી પડશે. રેલવેનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભાવનગર રેલવે ડિવિઝનના બોટાદ-સાબરમતી (અમદાવાદ) મીટર ગેજ ટ્રેકને બોડગ્રેજમાં કન્વર્ઝન કરવાની કામગીરીની શરૂઆત સપ્ટેમ્બર ર૦૧૭માં કરવામાં આવી હતી. 
આગામી ડિસેમ્બર ર૦૧૮ સુધીમાં તેને પૂરું કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. હાલમાં રેલવે વિકાસ નિગમ દ્વારા સ્થાનિક રેલવે તંત્રના સંકલનથી અમદાવાદ અને બોટાદ વચ્ચેના ૧૭૧ કિલોમીટર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં અમદાવાદ અને બોટાદ વચ્ચેના ટ્રેક પર બ્રિજ બનાવવાનું કામ પૂરું થયું છે. સ્ટેશનો બનાવવાની કામગીરી પણ સમયસર પૂરી થશે ત્યારે બાદ મીટર ગેજ ટ્રેકને ઉખાડીને તેની જગ્યાએ બ્રોડગેજ ટ્રેકની જે માગ છે તેના પ્રમાણમાં પુરવઠો માત્ર પ૦ ટકા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બ્રોડગેજના પાટા બનાવવાની કામગીરી અને પ્રોડકશન માત્ર પ૦ ટકા થઇ રહ્યું છે. સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ સર્જાઇ ત્યારે પાટાની અછતના કારણે અમદાવાદ બોટાદ વચ્ચેનો મીટર ગેજ ટ્રેક કન્વર્ઝનની કામગીરી નિશ્ચિત સમયમાં પૂરી થવાની શકયતા નહીંવત છે. તેથી વધુ સમુસુતરું પાર પડતાં એક વર્ષનો વધુ સમય લાગે તેવી શકયતા છે. પ્રવાસીઓએ કમને એક વર્ષ રાહ જોવી પડશે. ૧૭૧ કિલોમીટરના ટ્રેક પર ર૪૩ બ્રિજ અને ૧૮ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે. રૂ.૪પ૦ કરોડના બજેટ સામે પહેલા તબક્કામાં માત્ર રૂ.૧પ૦ કરોડ આ કામગીરી માટે ફાળવાયા છે. હજુ રેલવે સ્ટેશનોને યાંત્રિક અને ટેક્નિકલ સુવિધાઓથી સજ્જ કરવાનું બાકી છે. તેથી ર૦૧૯ના અંત સુધીમાં આ ટ્રેક પર ટ્રેન દોડતી થશે.