શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જાન્યુઆરી 2022 (09:53 IST)

સ્ટેટસમાં વિવાદાસ્પદ પોસ્ટ મૂકનારા અમદાવાદ રેલવે કર્મચારીને ફોન પર ધમકી મળી, સલમાન ઘાંચી વિરુદ્ધ શહેરકોટડા પોલીસમાં ફરિયાદ

સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ સ્ટેટસ મૂકવા બદલ રેલવે કર્મચારીને ફોનથી ધમકી મળી હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસમાં નોંધાઈ છે.

સુરેન્દ્રનગરના રામનગરમાં રહેતા પ્રીતેશભાઈ ઉર્ફે ગોલુ રાજુભાઈ હટોજાએ કાલુપુરમાં રહેતા સલમાન ઘાંચી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રીતેશ સાબરમતી રેલવે સ્ટેશન પર ટ્રાફિક વિભાગમાં પ્યૂન છે. 8 મહિના પહેલા પ્રીતેશ કાલુપુરમાં રામલાલની ચાલીમાં રહેતો હતો ત્યારે તે જ ચાલીમાં સલમાન ઘાંચી રહેતો હતો.

27 જાન્યુઆરીએ પ્રીતેશને તાવ આવ્યો હોવાથી તે સુરેન્દ્રનગર ગયા હતા ત્યારે તેની બહેને સોશિયલ મીડિયા પરથી એક સ્ટેટસ પ્રીતેશના ફોનમાં લીધું હતું અને તે પ્રીતેશને બતાવ્યું હતું. પ્રીતેશે તે સ્ટેટસ રહેવા દીધું હતું. ત્યાર બાદ રાતે 8 વાગ્યે સલામન ઘાંચીએ પ્રીતેશને ફોન કરીને ‘અમારા ધર્મના ભગવાન વિશે કેમ ખોટું લખી મજાક ઉડાવો છો.’ તેમ કહી ગાળો બોલ્યો હતો. આથી પ્રીતેશે તેને કહ્યું હતું કે, ‘હું સ્ટેટસમાંથી હટાવી લઉં છું.’ તેમ છતાં સલમાને ગાળો બોલી ધમકી આપી ફોન કટ કરી દીધો હતો.