1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (10:05 IST)

ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિઓ ગુમાવે છે જીવ, અમદાવાદ ડેથ રેટમાં ટોપ પર

રાજ્યમાં કોરોનાના લીધે સ્થિતિ વિકટ અને વિકરાળ બનતી છે. કોરોનાએ ગુજરાતને પોતાની બાનમાં લઇ લીધું છે. રાજ્યમાં હોસ્પિટલોમાં પ્રાણવાયુ ખૂટી પડ્યો છે, દર્દીઓને એડમિટ કરવા માટે બેડની અછત વર્તાઇ રહી છે. તો બીજી તરફ દરરોજ કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે 12553 કેસ કેસ નોંધાયા હતા તો 125 દર્દીઓના મોત થયા હતા. કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીજી લહેરમાં ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી દર કલાકે 500થી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. 
 
અત્યાર સુધીમાં 90,93,538 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 16,22,998 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,07,16,536 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 54,548 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 64,510 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 84,126 એક્ટિવ દર્દી છે, જે પૈકી 361 લોકો વેન્ટિલેટર પર છે અને 83,765 લોકો સ્ટેબલ છે. 3,50,865 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5740 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 125 લોકોનાં દુખદ નિધન થયા છે. 
 
જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8,  જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5,  બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3 એમ આ સાથે કુલ 125 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
જાણો અમદાવાદની સ્થિતિ
 
ભારત સરકારના જ કોવિડ-19ના આંકડાઓ રજૂ કરતી વેબસાઈટ www.covid19india.org અનુસાર, દેશમાં 2500થી વધુ મોત થયાં હોય તેવા ટોપ-10 જિલ્લામાં ટકાવારીની દૃષ્ટિએ અમદાવાદ ટોપ પર છે. 
 
મે-20માં ગુજરાતમાં 12389 નવા કેસ સાથે 824 મૃત્યુ નોંધાયાં હતાં, જેને પગલે 6.6%નો ડેથ રેશિયો નોંધાયો હતો. ત્યાર બાદ મોર્ટાલિટી રેટ ઘટવા લાગ્યો અને જૂનમાં 5.1% (810 મોત), જુલાઈમાં 2.1% (593 મોત), ઓગસ્ટમાં 1.7% (581 મોત) અને સપ્ટેમ્બરમાં 1.1% (431 મોત) નોંધાયો હતો. જોકે એપ્રિલમાં 20મી તારીખ સુધીમાં જ ગુજરાતમાં 1096 મોત થઈ ચૂક્યાં છે, પરંતુ એની સામે કેસ પણ વધીને 120480 થઈ ગયા હોવાથી મોર્ટાલિટી રેટ 1ની નીચે (0.9%) નોંધાયો છે, પરંતુ વધતા મૃત્યુઆંક સાથે એ એપ્રિલના અંત સુધીમાં 2%ને પાર કરી શકે છે.