શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (17:38 IST)

અમદાવાદ સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર - અભ્યાસ

મહિનાના ઓછામાં ઓછા 10 દિવસ વર્કઆઉટ કરનારા અને રોજની લગભગ 340 કેલરી બાળનારા ગુડગાંવ, નોએડા અને ગાઝીયાબાદ જેવા શહેર દેશમાં સૌથી વધુ કેલરી-કોન્શિયસ શહેર છે. જો કે આની સામે કલકતા, લખનઉ અને અમદાવાદ સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર છે. આ શહેરના લોકો મહિનામાં માંડ ચાર દિવસ વર્કઆઉટ કરતા હોઇ કેલરી-બર્નિંગનું પ્રમાણ પણ વઘુ નીચુ છે. આ સંબંધે કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ગુડગાંવ, નોએડા અને ગાઝીયાબાદ શહેરના લગભગ 40 ટકા લોકો રોજ દોડવા જાય છે તથા રોજના આશરે 4700 પગલા દોડે છે. જયારે કે શહેરના બાકીના લોકો સરેરાશ 4300 પગલા દોડે છે.

આ માહિતી દેશનાં 220 શહેરોમાંના 36 લાખ લોકોના ખોરાક અને વર્કઆઉટ સંબંધી ભેગી કરાયેલી મા હિતી પરથી મેળવવામાં આવ્યા છે.અભ્યાસમાં જણાયું છે કે કલકતા, લખનઉ અને અમદાવાદની મહિ લાઓ દેશના અન્ય ભાગની મહિલાઓ જેટલી જ એકટીવ છે. પણ આ ત્રણે શહેરના પુરૂષો આળસુ છે અને કેલરી-બર્નિંગની જે નેશનલ એવરેજ છે એના કરતાં માત્ર 35 ટકા કે લરી બર્ન કરે છે. જેન્ડર પ્રમાણે વાત કરીએ તો મહિનાના 14 દિવસ વર્કઆઉટ સાથે ભારતીય પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ સક્રિય છે. સ્ત્રીઓ મહિનાના 11 દિવસ જ વર્કઆઉટ કરે છે. પુરૂષો પુશ-અપ્સ અને બાઇસિકલીંગ જેવી કસરતો કરી વધુ કેલરી બર્ન કરે છે, જયારે મહિલાઓ યોગ અને સૂર્યનમસ્કાર જેવી કસરત પસંદ કરે છે. જો કે દિલ્હી-એનસીઆર, મુંબઇ બેંગ્લોર અને ચેન્નઇ જેવા મેટ્રો શહેરના રહેવાસીઓ દેશના અન્ય શહેરોના લોકોની તુલનાએ વધુ એકટીવ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.