શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:48 IST)

અમદાવાદથી વડોદરા જવા નીકળેલા વાહનચાલકને એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે’ સંભળાવશે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.૮ પરથી પસાર થનારા દરેક વાહન ચાલકને આગામી ટૂંક સમયમાં હાઇવે સંબંધિત માહિતી આપતી સ્પેશિયલ એફએમ સર્વિસ મળશે. અમદાવાદથી વડોદરા જવા નીકળેલા વાહનચાલકને એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે’ સંભળાવશે. વચ્ચે વચ્ચે મનોરંજક ગીતો સાથે હાઇવે સંબંધિત બુલે‌િટન રેડિયો જોકી આપશે, જેમાં કેટલીક વાર હાઇવે પર વાહન ચલાવવાની શરૂઆત કર્યા પછી ટ્રાફિક જામ, અકસ્માત જેવા કારણસર વાહનચાલક ફસાય છે અને કલાકો સુધી હાઇવે પર ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોવી પડે છે. આ સંજોગોમાં વાહનચાલકોને વડોદરા સુધી જવા માટે હાઇવે કી બાતે એફએમ સર્વિસ દીવાદાંડી સમાન બનશે.

હાલમાં દિલ્હી-જયપુર પર શરૂ કરાયેલો પાઇલટ પ્રોજેકટ સફળ રહેતાં દેશના ૧૩ હાઇવે સેકશન એફએમ માટે મંજૂર કરાયા છે, જેમાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-૮નો સમાવેશ થાય છે. હાઇવે કી બાતે દ્વારા વાહનચાલકને વડોદરા કે અમદાવાદથી નેશનલ હાઇવે પરથી જવું કે એક્સપ્રેસ-વે પરથી જવું તે નક્કી કરવામાં સરળતા રહેશે. હાઇવે એડ્વાઇઝરી સિસ્ટમના કંટ્રોલરૂમની સાથે ટોલનાકાઓ, ટ્રાફિક માર્શલ વગેરે મોબાઇલ એ‌િપ્લકેશન તેમજ ટે‌િલફોન નંબર જોડી દેવામાં આવશે જેથી વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે રૂટની મિનિટે મિનિટની માહિતી કંટ્રોલરૂમને મળી રહેશે, જે આરજે દ્વારા પ્રસારિત કરવામાં આવશે.