શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (10:24 IST)

પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી, માસ્ક નહી પહેરનાર યુવકની ખુલ્લેઆમ ધોલાઇ

અમદાવાદમાં માસ્ક નહી પહેરનાર પાસેથી દંડ વસૂલવા માટે પ્લીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેના હેઠળ હવે ટાર્ગેટ પુરો કરવા માટે લોકો પર અત્યાચાર કરી રહી છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ખોખરામાંથી સામે આવ્યો છે. અહીં એક સોસાયટીમાં માસ્ક નહી પહેરવા પર પોલીસ કોન્સ્ટેબલે ખુલ્લેઆમ યુવકની ધોલાઇ કરી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ ઝોન 5 એસપીએ પોલીસ કોંસ્ટેબલ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.  
 
મળતી માહિતી અનુસાર અમદાવાદના ખોખરામાં પોતાની જ સોસાયટીમાં ફરી રહેલા એક યુવકને પોલીસે માસ્ક નહી પહેરવાના આરોપમાં રોક્યો હતો. આ યુવક પોતાની સોસાયટીમાં ફરી રહ્યો છે. તે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો તથા તેણે તેના નાક નીચે માસ્ક પહેર્યું હતું. આ દરમિયાન પોલીસની જીપે તેને બોલાવ્યો ત્યારબાદ પોલીસ અને યુવક વચ્ચે બોલાચાલી થઇ. 
 
આ દરમિયાન આવેશમાં આવેલા ખોખરા પોલીસ મથકના કોંસ્ટેબલ ભરત ભરવાડે યુવકને મારવાનું શરૂ કરી દીધું. ભરત ભરવાડે યુવકે બળજબરીપૂર્વક પોલીસ જીપમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહી ડંડા વડે ફટકારવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આ સંબંધમાં ખોખરા પોલીસ મથકના પીઆઇ વાય એસ ગામીતનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હાલ આ અંગે કશું ખબર નથી તે પોતે વીડિયો મોકલવાની વાત કરવા લાગ્યા. જોકે તેમણે ફોન કાપી લીધો. 
 
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઝોન 5ના એસપી અચલ ત્યાગીએ ઘટનાની સંજ્ઞાન લેતાં કેસની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે કેસ તપાસ કરવામાં આવી રહી છે. દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.