શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (13:41 IST)

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે માસ્ક બાબતે બોલાચાલી થઈ

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે માસ્ક ફરજિયાત છે. આ માટે સરકારે નિયમ પણ બહાર પાડ્યા છે. જે પ્રમાણે જો કોઈ વ્યક્તિ કારમાં એકલી સફર કરી રહી હોય તો તેણે માસ્ક પહેરવું જરૂરી નથી પરંતુ કારમાં એકથી વધારે વ્યક્તિ હોય તો માસ્ક ફરજિયાત છે. આ ઉપરાંત આજથી માસ્ક ન પહેરવા બદલ સરકારે દંડની રકમ વધારીને 1,000 રૂપિયા કરી દીધી છે. સોમવારે રાજકોટના કિસાનપરા ચોક ખાતે કાર લઈને નીકળેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબાએ પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. અહેવાલ પ્રમાણે માસ્ક ન પહેરવા બદલ પોલીસે તેમની કાર અટકાવી હતી. જ્યારે આ મામલે રિવાબા અને રવિન્દ્ર જાડેજાનું કહેવું છે કે તેમની કાર રોકનાર મહિલા પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. અહેવાલ પ્રમાણે મહિલા પોલીસ સ્ટેશનના મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલ ગોસાઈએ સોમવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ કિસાનપરા ચોકમાં રવિન્દ્રા જાડેજાની કાર રોકી હતી. કારમાં રવિન્દ્ર સાથે તેમના પત્ની રિવાબા પણ હાજર હતા. મહિલા પોલીસ કોન્સ્ટેબલે જ્યારે માસ્ક ન પહેરવાનો દંડ માંગ્યા ત્યારે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત મહિલા પોલીસે લાઇસન્સ આપવાનું પણ કહ્યું હતું. જે બાદમાં મામલો બીચક્યો હતો અને રસ્તા પર જ 20 મિનિટ સુધી ડ્રામા ચાલ્યો હતો. આ દરમિયાન ઊચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સૂત્રોનું એવું પણ કહેવું છે કે બનાવ બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલ શહેરી એક ખાનગી હૉસ્પિટલમાં સ્ટ્રેસની ફરિયાદ સાથે દાખલ થયા હતા. મહિલા પોલીસ કૉન્સ્ટેબલે કાર રોક્યા બાદ લાઇસન્સ અને માસ્કનો દંડ માંગતા કારમાં સવાર રિવાબા મહિલા પોલીસ પર ત્રાડૂક્યાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રોડ પર જાહેરમાં આવી ધમાલ જોઈને લોકો ઊભા રહી ગયા હતા. જે બાદમાં આ વાત ઊચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મહિલા પોલીસ સાથે સામાન્ય બાબતમાં બેહુદુ વર્તન કરી તું અમને ઓળખે છે? અમે પોલીસના બ્રાન્ડ એમ્બેસેડર છીએ તેમ કહી મહિલા કોન્સ્ટેબલ સાથે ઉગ્ર બબાલ કરી હતી. અંતે ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી. કે. ગઢવી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને વાત પૂરી કરી બંનેને રવાના કર્યા હતા. કિસાનપરા ચોકમાં માસ્કનું ચેકિંગ કરી રહેલા મહિલા પોલીસે પોતાની ફરજના ભાગરૂપે માસ્ક વગર નીકળેલ ક્રિકેટરની કાર રોકી હતી. જોકે, રવિન્દ્ર જાડેજાના પત્નીએ કરેલી બબાલના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધાડા ઉતરી પડતા મહિલા કૉન્સ્ટેબલ સ્ટ્રેસનો શિકાર બન્યા હતા અને તેમણે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા ડેપ્યુટી પોલીસ કમિશનર મોનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "આ કેસમાં જાડેજા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ બંનેએ એકબીજા પર આક્ષેપ કર્યાં છે. આ મામલે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.