મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2017 (14:58 IST)

ગાંધીનગર અક્ષરધામ હુમલાનો સૂત્રધાર અજમેરી અમદાવાદમાંથી ઝડપાયો

ગાંધીનગરના વિખ્યાત અક્ષરધામ સંકુલમાં 25મી સપ્ટેમ્બર, 2002ના રોજ એટલે કે અંદાજે 15 વર્ષ પહેલા ત્રાસવાદીઓએ જે હુમલો કર્યો હતો તેને અંજામ આપનાર સૂત્રધાર મનાતો અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદમાંથી ઝડપાઇ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અજમેરીને અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી પકડી લેતા મહત્ત્વની સફળતા મળી છે. નોંધનીય છે,

2002માં 600થી વધારે ભાવિકો મંદિર સંકુલમાં હતા ત્યારે 2 ત્રાસવાદીઓએ મશીનગનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 32 વ્યક્તિનાં મોત થયા હતા અને 75થી વધુને ઇજા થઇ હતી. મંદિર સંકુલમાં ત્રાસવાદી કૃત્યને અજામ આપનાર સૂત્રધાર તરીકે અબ્દુલ રશીદ અજમેરી ઓળખાયો હતો. તે સાઉદી અરબના રિયાધથી આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો.