શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 4 નવેમ્બર 2017 (14:51 IST)

અક્ષરધામમાં ગયેલા પીએમ મોદીની સોશિયલ મીડિયામાં ટીકાઓ

ગાંધીનગર ખાતે બનાવામાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના રપ વર્ષ પુર્ણ થતાં હોવાથી ઉજવવામાં આવતાં રજતજયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ મંદિરમાં પ્રવચન પણ આપ્યું હતું. હવે મોદીની આ મુલાકાત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે કે  મત મેળવવા સ્વામીના હાથ પગ પકડવા મોદી ગયા પણ સિવિલ હોસ્પિટલમાં 24 બાળકોના મોત થયા પછી તેના કુટુંબીજનોને બે હાથ જોડવા સમય ન મળ્યો. બીજી તરફ એવા પણ સવાલો થઈ રહ્યાં છે કે આ કાર્યક્રમમાં બીએપીએસ દ્વારા બીજા કોઈ પક્ષના નેતાને કેમ આમંત્રણ આપવામાં ના આવ્યું?