શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 23 માર્ચ 2023 (00:16 IST)

કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો, રાજ્યમાં 24 કલાકમાં 247 કેસ, મહેસાણામાં 1 દર્દીનું મોત

છેલ્લા પંદરેક દિવસમાં જ કોરોનાને કારણે રાજ્યમાં ત્રણ વ્યક્તિના મોત 
અમદાવાદમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે છેલ્લા 24 કલાકમાં 124 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કારણે ત્રીજુ મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, ત્યારે આજે મહેસાણામાં એક વ્યક્તિનું મોત નિપજયું છે. આજે ગુજરાતમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. 
 
રાજ્યમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદમાં 124, અમરેલી 19, મોરબી 17, સુરત જિલ્લામાં 23, રાજકોટ જિલ્લામાં 24, મહેસાણામાં 12, વડોદરામાં 9, ગાંધીનગર જિલ્લામાં 4, જામનગર જિલ્લામાં 4, આણંદમાં 2, સાબરકાંઠામાં 2, ભાવનગર, દ્વારકા, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક એક કેસ નોંધાયો છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. 
 
6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે
ભરૂચ બાદ હવે મહેસાણામાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કારણે ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11049 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1064 એક્ટિવ કેસ છે. 6 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1058  દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.05 ટકા થઈ ગયો છે.