1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (17:47 IST)

અમદાવાદમાં અજબ પ્રેમ કી ગજબ કહાની, દીકરાના મિત્ર સાથે જ માતાને પ્રેમ થયો

પ્રેમમાં આંધળી થયેલી માતા લગ્ન કરવા સુધી તૈયાર થઈ ગઈ હતી
પ્રેમીએ લગ્નની ના પાડતાં મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યો
 
અમદાવાદમાં અજબ પ્રેમકી ગજબ કહાની પ્રકાશમાં આવી છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી મહિલાને તેના જ દીકરાના મિત્ર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલાએ તેની સાથે શારીરિક સંબંધો પણ રાખ્યા હતાં. પતિ સાથે મનમેળ નહીં હોવાથી મહિલા દીકરાના મિત્ર સાથે પ્રેમ સંબંધ બંધાઈ હતી. ત્યારબાદ આ મિત્રએ લગ્ન કરવાની તૈયારી બતાવી હતી અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ મહિલાએ લગ્નની વાત કરતાં જ તે ફરી ગયો હતો. જેથી મહિલાએ ફરિયાદ કરતાં એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 
 
થોડા સમયમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં 43 વર્ષિય મહિલા તેના 21 વર્ષના પુત્ર અને પતિ સાથે રહે છે. આ મહિલા અને તેના પતિ વચ્ચે મનમેળ નહીં હોવાથી બંને વચ્ચે સાંસારિક વિવાદ ચાલી રહ્યો હતો. થોડા સમય અગાઉ આ મહિલાના પુત્રના મિત્રએ અન્ય એક મિત્રની ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ આ મિત્ર અને મહિલા સાથે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. બંને અવારનવાર એકબીજાના સંપર્કમાં રહેતા હતાં. મહિલા પણ બિઝનેસ કરતી હોવાથી તે રાતના સમયે આ મિત્રને મળતી હતી. તેને આ મહિલાએ પોતાના મનની વાત કહી હતી. થોડા સમયમાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને વાત શારીરિક સંબંધ સુધી પહોંચી ગઈ હતી. આ મિત્રએ મહિલાને લગ્ન કરવા સુધીની તૈયારી બતાવી હતી. 
 
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી 
આ મિત્રએ મહિલાને પાલડીમાં એક હોટેલમાં મળવા બોલાવી હતી. જ્યાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતાં. આ મિત્ર લગ્નના નામે મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો. તેણે મહિલાને પોતાના ઘરે બોલાવીને પણ સંબંધ બાંધ્યા હતાં. આ મિત્રએ મહિલા પાસેથી ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતાં. જેની મહિલાના પતિ અને પુત્રને જાણ થઈ ગઈ હતી. ઘરમાં ઝગડો થતાં મહિલા ઘર છોડીને જતી રહી હતી. આ બાબતે મિત્રને જાણ થતાં તેણે પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદ કરતાં જ મિત્રએ તેને ધમકીઓ આપી હતી. પોલીસે મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે