શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (17:37 IST)

Traffic Police - ટ્રાફિક પોલીસને ઇડીસી મશીન ફાળવ્યાઃ હવે સાહેબ ખીસ્સામાં પૈસા નથીનું બહાનું નહીં ચાલે

ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની રકમ ભરવા માટે ખિસ્સામાં રોકડ રકમ ન હોય તો વાહન ચાલક હવે એટીએમ કે ક્રેડિટ કાર્ડથી દંડની રકમ ભરપાઇ કરી શકે તે માટે પોલીસતંત્ર દ્વારા કેશલેશ સુવિધા ઉભી કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે ટ્રાફિક શાખાને ૧૦ ઇડીસી મશીન (ઇલેક્ટ્રોનિક ડેટા કેપ્ચર મશીન) ફાળવવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકે મેમો આપવામાં આવે છે. સ્થળ પર વસૂલાત માટે ક્યારેક વાહન ચાલક પાસે રોકડ રકમ ન હોય એવું બની શકે છે. આ વિકલ્પે દંડની વસૂલાતની વ્યવસ્થા કેશલેશ બનાવવા કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદના પ્રયાસથી રાજકોટ પોલીસને ૧૦ ઇડીસી મશીન ફાળવવામાં આવ્યા છે. એસીપી પી.કે.દિયોરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાયોગિક ધોરાણે ૧૦ મશીનમાંથી ૪ મશીન અલગ અલગ સેક્ટરમાં, ૪ મશીન ટોઇંગ વાહનના સ્ટાફને અને ૧ મશીન ટ્રાફિક શાખા તેમજ ૧ મશીન ટ્રાફિક શાખાની જનરલ શીફટમાં નિકળતા સ્ટાફને ફાળવાયા છે. વાહન ચેકીંગ દરમિયાન કોઇ વાહન ચાલક ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડાય તો એ વાહન ચાલક હવે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી પણ દંડની રકમ ભરપાઇ કરી શકશે. વધુમાં ઇ-મેમો મળ્યા હોય એવા વાહન ચાલકો પણ હવે દંડની રકમ ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડથી ભરી શકે છે.