શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified સોમવાર, 28 જાન્યુઆરી 2019 (15:46 IST)

સી પ્લેનના ઉતરાણ માટે સરદાર સરોવર ડેમ પાસેથી મઘર હટાવાયા

કેટલાક સમય પહેલા નર્મદા ડેમમાં મોદીના સી પ્લેનનું ઉતરાણ રદ કરવામાં આવ્યું હતું, જેના માટે નર્મદા ડેમમાં રહેલા અસંખ્ય મગરોને જવાબદાર ગણવામાં આવ્યા હતા. હવે નર્મદા ડેમમાં વિશ્ર્વની અજાયબી સમુ સ્ટેચ્યુ ઓફ યુનીટી બનાવવામાં આવ્યું છે અને સરદાર પટેલની આ વિશાળ પ્રતિમા પાસે ટુરીસ્ટનાં વિકાસ માટે સી પ્લેન ઉતરી શકે તે માટે હવે જંગલ ખાતાએ નર્મદા ડેમમાંથી મગરોના સ્થળાંતરની કામગીરી હાથ ધરી છે. જેની સામે કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, વડોદરાના ડાયરેકટર ડો. જીતેન્દ્ર ગઢલીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે. આ પ્રકારનું સ્થળાંતર વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટનો ભંગ છે, જો સરકાર સ્ટેચ્યુ ઓફ યુનીટીથી પૈસ કમાવવા માંગતી હોય તો સી પ્લેનના ઉતરાણ માટે કૃત્રિમ તળાવો બનાવવા જોઈએ.<br>આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સ્ટેચ્યુ ઓફ યુનીટીને ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવવા આ ડેમમાં સી પ્લેન ઉતરી શકે તે માટે ડેમમાં રહેલા અસંખ્ય મગરોના સ્થળાંતરની કાર્યવાહી જંગલ ખાતા ચાલી રહી છે. ડેમ પ્રિમાઈસીસમાં આવેલા બે તળાવમાં અંદાજે 500 જેટલા મગરો છે. મગર તળાવ તરીકે જાણીતા આ ડેમ પ્રેસાઈસીસના તળાવમાં પાંજરામાં માછલીઓ મુકીને મગરને પકડવામાં આવે છે.અલબત, આ મગરના સ્થળાંતર માટે કોઈ ડેડલાઈન નથી. ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. કે.શશીકુમારે જણાવ્યું હતું કે અમે મગરોને તળાવનું 3 અને તળાવ 4માંથી પકડીએ છીએ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈટથી નજીક છે. આ પકડાયેલા મગરોનો કબ્જો જંગલ ખાતાએ સંભાળ્યો છે. મગરોના સ્થળાંતર સામે કોમ્યુનીટી સાયન્સ સેન્ટર વડોદરાના ડિરેકટર ડો. જીતેન્દ્ર ગવલીએ આપતિ વ્યક્ત કરી કહ્યું હતું કે આ રીતે સ્થળાંતર મગરો માટે હાનિકારક છે તે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટના ભંગ છે, જો સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટક્ષથી પૈસા કમાવવા માંગતી હોય તો સી પ્લેનના લેન્ડીંગ માટે કૃત્રિમ તળાવ બનાવવા જોઈએ, મગરને ન હટાવવા જોઈએ.