મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જાન્યુઆરી 2019 (12:15 IST)

TAT પરીક્ષામાં પેપર લીક થયાની ફરિયાદ સાથે હોબાળો

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે અમદાવાદ જીલ્લા સહિત ૯ શહેરોમાં માધ્યમિક શિક્ષક માટેની ટાટ પરીક્ષા લેવાઈ હતી.જેમાં નોંધાયેલા ૧.૮૬ લાખથી વધુ ઉમેદવારોમાંથી ૧૨૦૮૮૦ ઉમેદવારે પરીક્ષા આપી હતી જ્યારે ૬૫ હજારથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી નથી. જામનગરના સેન્ટરમાં પેપર લીક થયાની ફરિયાદને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને જેને પગલે એક કલાક પરીક્ષા મોડી શરૃ થઈ હતી જ્યારે વડોદરામાં એક ઉમેદવાર મોબાઈલ સાથે પકડાયો હતા. 
પેપર લીક થયાની ઘટનાને પગલે ગત જુલાઈની ટાટ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રદ કરાયા બાદ આજે ફરીથી લેવામા આવી હતી.જેમાં વિવિધ ૧૭ વિષયોમાં પરીક્ષા લેવાઈ હતી. અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર ,ગાંધીનગર અને જુનાગઢના મળીને કુલ ૬૦૨ સેન્ટરો પરીક્ષા લેવાઈ હતી.
ટાટ પરીક્ષા માટે ૧,૮૬,૭૪૩ ઉમેદવારો નોંધાયા હતા,જેમાંથી  ૧,૨૦,૮૮૦ ઉમેદવાર હાજર રહ્યા હતા અને ૬૫૮૬૩ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. અગાઉ લેવાયેલી ટાટ પરીક્ષા રદ થયા બાદ પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક માટેની ટાટ લેવાઈ ચુકી છે અને તેનું પરિણામ પણ આવી ગયુ હોઈ માધ્યમિક અને ઉ.મા.માટેની ટાટમા કોમન હોય તેવા હજારો ઉમેદવારોએ આજે લેવાયેલી ટાટ આપી નથી. આજની ટાટ પરીક્ષામાં પણ પેપર લીક થયાની ફરિયાદ ઉઠી હતી. 
મળતી માહિતી મુજબ જામનગરના એક સેન્ટરમાં એક બ્લોકમાં પ્રશ્નપત્રના કવર સીલ તુટેલુ હોવાથી હોબાળો મચ્યો હતો.ઉમેદવારોની ફરિયાદ હતી કે પ્રશ્નપત્રનું કવર પહેલેથી ખુલેલુ આવ્યુ હતું.જેને પગલે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને ૧૦થી૧૫ ઉમેદવારોએ પરીક્ષા જ આપી ન હતી.હોબાળોને પગલે પરીક્ષા એકથી દોઢ કલાક મોડી શરૃ થઈ હતી.જો કે ઉમેદવારોને બાદમાં સમય આપવામ આવ્યો હતો. 
પરીક્ષા બોર્ડના આ વખતની પરીક્ષામાં કડક નિયમો મુજબ પ્રશ્નપત્રનું કવર ઉમેદવારોની સામે ખોલવાનુ હતુ અને એક સરકારી પ્રતિનિધિ તેમજ વર્ગ-૧ અધિકારી સામે કવર ખોલવાનુ હતુ.પરંતુ જામનગરના સેન્ટરમાં એક બ્લોકમાં ગયેલુ કવર પહેલેથી ખુલેલુ હતુ. આ ઉપરાંત વડોદરામાં ઉક ઉમેદવાર મોબાઈલ સાથે પકડાયો હતો.જેની ગેરરીતિનો કેસ નોંધવામા આવ્યો હતો.