શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (14:43 IST)

પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે. આ ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરવામાં આવી છે. આ અંગે  વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.  અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પર હુમલો કર્યો હતો. આંદોલન સમયે તેના મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતાં. ઈટાલીયા અગાઉ સરકારી કર્મચારી રહી ચુક્યો છે. ગોપાલ ઈટાલીયા પહેલા મહેસુલ ખાતામાં ક્લાર્ક હતો અને ત્યાર બાદ પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. પાટીદાર આંદોલન સમયે નોકરી છોડી દીધો હતી.