સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (16:30 IST)

અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી હટાવવા કોંગ્રેસના બે MLA વિધાનસભા સચિવને મળ્યા

છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પક્ષ સાથે છેડો ફાડવાના છે અને છેવટે એજ થયું. ત્યાર બાદ એવી ચર્ચાઓ બજારમાં ગરમ થઈ કે અલ્પેશે બનાસકાંઠામાં ભાજપના નેતા શંકર ચોધરી પાસેથી કરોડો રૂપિયા લઈને કોંગ્રેસને હરાવવાનું કાવતરુ રચ્યું છે. પણ હવે અલ્પેશને લઈને માઠા સમાચારો સામે આવ્યાં છે. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથધરી હતી.