અલ્પેશ ઠાકોરને ભાજપ પેટાચૂંટણીમાં ટીકિટ આપશે એવા સંકેત

alpesh thakore
Last Modified શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (12:19 IST)

ભાજપમાંથી ટિકિટની જાહેરાત પૂર્વે જ રાધનપુરમાં પ્રચાર કરે છે તેવી વાત વહેતી થઇ હતી, પરંતુ આ મુજબનો આદેશ પહેલેથી જ તેને પક્ષ તરફથી આપી દેવાયો હતો. રાધનપુરમાંથી જ લડવા માટે અલ્પેશ ઠાકોર ફાઇનલ થઇ જશે તેવો ઇશારો ભાજપે આજે આપ્યો છે. માટે બોલાવાયેલી પાર્ટી મિટિંગમાં અલ્પેશને હાજર રહેવા આદેશ થયો છે.

આ મિટિંગમાં બેઠકના ઇન્ચાર્જ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પાટણ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પણ હાજર રહેશે. ભાજપમાંથી સૂત્રોએ જણાવ્યું કે અલ્પેશ માટે અધિકૃત રીતે પાટણમાં પક્ષની આ પહેલી બેઠક હશે અને અહીં તેમને હાજર રાખવા માટેનો ઉદ્દેશ્ય પણ સ્પષ્ટ છે કે તે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે પરિચય કેળવી લે. અલ્પેશને અન્ય બેઠક પરથી લડાવવાની વાતોએ પણ જોર પકડ્યું હતું પરંતુ આ બેઠક પરથી નક્કી થઇ ગયું છે કે, અલ્પેશને ભાજપના રાધનપુર અને પાટણના સ્થાનિક સંગઠનથી પરિચિત કરાવવા માટે જ આ આખોય કાર્યક્રમ યોજાશે.કાર્યકર્તા સંમેલનમાં આ સાથે કાર્યકર્તાઓને બુથ લેવલે કરવાની થતી કામગીરીની વહેંચણી પણ આ જ સમયે કરી દેવામાં આવશે.


આ પણ વાંચો :