શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (13:09 IST)

અંબાજી પ્રસાદ મામલે દાંતાના ધારાસભ્યને બનાસકાંઠા કલેક્ટરનો જવાબ આક્ષેપો તો થયા કરશે

અંબાજી યાત્રાધામમાં ઘીમાં ભેળસેળ કરાયાની ઘટના બાદ નીલકંઠ ટ્રેડર્સની દુકાન અને ગોડાઉન મંગળવારે રાત્રિના સમયે સીલ કરી દેવામાં આવ્યું હતું. તે ઉપરાંત નીલકંઠ ટ્રેડર્સના માલિકની અટકાયત કરવામાં આવી છે અને અંબાજી પોલીસે તેમની પુછપરછ હાથ ધરી છે. તેમણે મોહિની કેટરર્સને ઘીના 300 ડબ્બા આપ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બીજી તરફ સરકાર તરફથી અંબાજીમાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરીને અક્ષયપાત્રને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સવાલો ઉઠાવ્યાં છે. કાંતિ ખરાડીએ મીડિયાને કહ્યું હતું કે, ચોરના ભાઈ ઘંટી ચોરને કામ સોંપવામાં આવ્યું છે. અગાઉ આ સંસ્થાએ દૂધના પાવડરમાંથી પ્રસાદ બનાવ્યો હતો. ટચ સ્ટોન કંપનીને અગાઉ દંડ ફટકારવામાં આવ્યો હતો તે છતાંય તેને જ કામ સોંપવામાં આવ્યું છે. કાંતિ ખરાડીએ કહ્યું હતું કે, મંદિર પાસે પુરતો સ્ટાફ છે જ જેથી અંબાજી ટ્રસ્ટે જ પ્રસાદ બનાવવો જોઈએ. દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ટચ સ્ટોન ફાઉન્ડેશનને કામ સોંપાયા બાદ સવાલો ઉઠાવ્યા તો બનાસકાંઠા કલેક્ટરે પણ નિવેદન આપ્યું હતું. કલેક્ટરે કહ્યું હતું કે, આક્ષેપ કરનારા તો કરશે જ.