રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2023 (11:15 IST)

અંબાલાલ પટેલની આગાહી : રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની શક્યતા

Gujarat Rain - ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે કમોસમી વરસાદ આવી શકે છે.

ગુજરાતના અન્ય કેટલાક  વિસ્તારોમાં કરા સાથે વરસાદની સંભાવના છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 
 
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1થી 5 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાને પગલે કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. 30 ડિસેમ્બરે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 1 જાન્યુઆરીએ વરસાદમાં પરિવર્તિત થશે
 
 
જોકે અંબાલાલ પટેલનું કહેવું છે કે વરસાદ બાદની આ ઠંડીનું જોર આખા જાન્યુઆરી સુધી રહેશે.